મોરબી જિલ્લામાં આજે રવિવારે કુલ 4 કેસ નોંધાયા મોરબી : મોરબી જિલ્લામાં રાવિવારે સવારે 3 કેસ બાદ વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં મોરબી તાલુકાના જેતપર મચ્છુ ગામે રહેતા 54 વર્ષના આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 46 થઈ છે. જેતપર મચ્છુ ખાતે નોંધાયેલા પોઝિટિવ કેસ અંગે મળતી વિગત મુજબ જેતપર ગામમાં રામજી મંદિર પાસે રહેતા નંદલાલભાઇ મહાદેવભાઈ અમૃતિયા (ઉ.54)ને રાજકોટ દાખલ કરાયા બાદ આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ રાજકોટ સિવિલમાં દાખલ છે. નંદલાલભાઈ ગામની જાકાસણીયા સ્કૂલમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવે છે. મોરબી જીલ્લામાં આજે રવિવારે કુલ 4 પોઝિટિવ નવા કેસ નોંધાયા છે. જે નીચે મુજબ છે.. 1) કાલિકા પ્લોટ શેરી નંબર - 2, મોરબી દર્દીનું નામ : લક્ષ્મીબેન ભેરુભાઈ મોદી (ઉ.55) 2) રવાપર ગામ પાસે, ઓમ પાર્ટી પ્લોટ સામે, સ્વર્ગ વિહાર એપાર્ટમેન્ટ, મોરબી દર્દીનું નામ : બળવંતભાઈ દલુભાઈ કોટડીયા (ઉ.50) 3) કોયબા ગામ નજીક, હળવદ દર્દીનું નામ : હનીફાબેન મહંમદભાઈ (ઉ.67) 4) જેતપર મચ્છુ ગામ, મોરબી દર્દીનું નામ : નંદલાલભાઈ મહાદેવભાઈ અમૃતિયા (ઉ.54) મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/