મોરબી : મોરબી જિલ્લા હોટલ (રૂમ્સ એન્ડ રેસ્ટોરન્ટ) એસોસિએશન દ્વારા કોરોનાથી બચવા સાવચેતીના પગલાં જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લા હોટેલ (રૂમ્સ & રેસ્ટોરેન્ટ) એસોસીએશન (MDHA)ની કોઇપણ હોટેલમાં કોરોનાનો કેસ આવે તો બેદરકારીનું પરિણામ હોય છે. હોટલમાં કોરોનાનો કેસ ન આવે એ ધંધા માટે, પરિવાર માટે, સ્ટાફ માટે અને ગ્રાહક માટે, તેમજ દેશ માટે પણ અગત્યનું છે. તેમજ બિઝનેશમાં વધુ ધ્યાન રાખવું જરૂરી છે, થોડા ઓછા રૂપિયા કમાઈએ તો ચાલશે પણ કોરોનાથી બચવું એ અત્યારે સૌથી જરૂરી છે. એટલે કોરોનાથી બચવાના બનતા ઉપાયો સાથે બિઝનેશ કરવા અપીલ કરી છે. જે પગલાં નીચે મુજબ છે. 1. રેસ્ટોરેન્ટમાં એક ટેબલમાં 1 અથવા 2 જ વ્યક્તિને બેસાડીને સર્વિસ આપવી જોઈએ. 2. થોડી-થોડી વારે રેસ્ટોરેન્ટ, ટેબલ, સોફા, કાચ, કાઉન્ટર વગેરેને ડીસઈનફેક્ટ કરવું જોઈએ. 3. રેસ્ટોરેન્ટના સર્વિસ સ્ટાફ, કિચન સ્ટાફ, પાર્સલ સ્ટાફ વગેરેને હેડકેપ, ગ્લોઝ (મોજા), માસ્ક વગેરેનો ફરજિયાતપણે ઉપયોગ કરવો જોઈએ. અને થોડી-થોડી વારે હાથ ધોવા જોઈએ. 4. હોટેલ/રેસ્ટોરેન્ટ/ગેસ્ટ હાઉસમાં આવતા દરેક ગ્રાહકનું ટેમ્પરેચર સ્ક્રીનીંગ કરીને, તેમજ હેન્ડ સેનિટાઈઝ કરીને અને માસ્કનો ઉપયોગ કરાવીને જ પ્રવેશ આપવાનો આગ્રહ રાખવો જોઈએ. 5. ગેસ્ટ હાઉસમાં આવતા ગ્રાહકોના ડોક્યુમેન્ટ સેનિટાઈઝ કરીને જ સ્કેન કરીએ. ગ્રાહકોના હાથ સેનિટાઈઝ કરીએ, તેમનો સામાન પણ ડીસઈનફેક્ટ કરીને પછી જ રૂમમાં પ્રવેશ આપવો જોઈએ. 6. ગ્રાહકો પાસેથી પેમેન્ટ ઓનલાઈનથી લેવાનો આગ્રહ રાખીએ અને રોકડા કે કાર્ડથી (હેન્ડ-ટૂ-હેન્ડ કોન્ટેક્ટ થાય એ રીતે) રૂપિયા બને ત્યાં સુધી ન લઈએ. 7. સ્ટાફ, ગ્રાહકો, વગેરે ઓછામાં ઓછુ ત્રણ ફૂટનું અંતર રાખે એનું ધ્યાન રાખો. 8. સ્ટાફને કે ગ્રાહકને કે શરદી, ઉધરસ કે તાવ જેવા લક્ષણ જણાય તો તાત્કાલિક, સરકારી કે પ્રાયવેટ દવાખાનામાં ચેકઅપ માટે જઈએ અથવા મોકલીએ. 9. પાર્સલ લેવા આવતા ગ્રાહકોને અથવા હોમ ડીલીવરી કરતી વખતે પણ પાર્સલ બેગ ટેબલ પર મુકીને પછી ગ્રાહકને લેવાનું કહો, ગ્રાહકો સાથે હેન્ડ-ટુ-હેન્ડ કોન્ટેક્ટ ટાળો. 10. હોટેલ કે રેસ્ટોરન્ટના માલ સપ્લાયર્સ પણ જે કોઈ માલ લઈને આવે ત્યારે માલ બહારથી જ રિસીવ કરી લઈએ અને તેને ડિસઇન્ટેકટ કરીને જ સ્ટોર કરીએ, જો આપણે તેમની જગ્યાએ માલ લેવા જઈએ ત્યારે સાવચેતી રાખીએ કે કોઈ સાથે હેન્ડ-ટૂ-હેન્ડ કોન્ટેક્ટ ન થાય. 11. હોટેલ મેન્ટેનન્સ માટે આવતા સર્વિસમેન જેમકે ઇલેક્ટ્રિશિયન, એસી સર્વિસ પ્રોવાઇડર વગેરે સાથે બનતું અંતર જાળવીએ અને તેમને પણ માસ્ક, અને હેન્ડ સેનીટાઈઝરનો ઉપયોગ કરવાની સલાહ આપે. 12. હોટેલ સ્ટાફને જરૂરી ન હોય ત્યાં સુધી બહાર ન જવા દઈએ, અને જો જાય તો માસ્ક અને ગ્લોવ્સ પહેરીને મોકલવા તેમજ પાછા આવ્યા બાદ હેન્ડ સેનિટાઈઝ કરાવીએ અને કોઈ સામાન લાવે તો એ પણ ડીસઈનફેક્ટ કરાવીએ.