એક્ષેલ ક્રિકેટ એકેડમીમાં 5 વર્ષથી ઉપરનાને મળશે એડમિશન દરેક બાળક ઉપર ખાસ ધ્યાન આપી તેને પૂરતું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : તમે જ્યારે કોઈ ક્રિકેટરને જોઈને એવું વિચારો છો કે ગલી ક્રિકેટમાં ચોગ્ગા અને છક્કા ફટકારતો બાળક પણ ક્રિકેટ ક્ષેત્રમાં આગળ આવે. તો હવે આ વિચારને હકીકતમાં બદલવાની તક એક્ષેલ ક્રિકેટ એકેડમી લઈને આવ્યું છે. અહીં દરેક બાળક ઉપર ખાસ ધ્યાન આપી તેને પૂરતું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. . મોરબીના રવાપર- ઘુનડા રોડ ઉપર ન્યુ એરા સ્કૂલ પાસે છેલ્લા 5 વર્ષથી એક્ષેલ ક્રિકેટ એકેડમી કાર્યરત છે. જે એક પ્રોફેશનલ એકેડમી છે. અહીંના પ્રોફેશનલ ક્રિકેટ કોચીસ નિશાંત જાની (આઇસીસી લેવલ-2, સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી - આસિસ્ટન્ટ કોચ), વિશાલ ભીમાણી (આઇસીસી લેવલ-1), કેતન દલસાણીયા અને રાજદીપ ઝાલા વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે કોચિંગ આપે છે. અહીં 5 વર્ષથી ઉપરના તમામ બાળકોને એડમિશન આપવામાં આવે છે. જે કોઈ વાલીની એવી ઈચ્છા હોય કે તેમનું બાળક ક્રિકેટમાં રૂચી ધરાવે છે. જેથી, તે ક્રિકેટના ક્ષેત્રમાં આગળ વધે, તો તેવા વાલીઓ માટે એક્ષેલ ક્રિકેટ એકેડમી સર્વ શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીં મોર્નિંગ, આફ્ટરનૂન, ઇવનિંગ અને ફ્લડ લાઈટ બેચ ચાલે છે. જો કે હાલના સમયમાં કોવિડ-19ના લીધે અલ્ટરનેટ બેચીસ ચાલુ છે. જેનો ટાઇમિંગ સવારે 8થી 9:30 / 9:30થી 11 / 11:30થી 1 તેમજ સાંજે 4થી 5 / 5:30થી 7 છે. વર્તમાન કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સરકારના નિયમ મુજબ એક બેચમાં 12થી 15 બાળકો જ રાખવામાં આવે છે. જેથી, સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ. ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ક્રિકેટ ચાલુ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે અહીંનો વિદ્યાર્થી રૂદ્ર ઝાલા વર્ષ 2019-20ની સીઝનમાં અન્ડર-19 સૌરાષ્ટ્ર ટીમમાં સિલેક્ટ થયેલ છે. એડમિશન માટે કે વધુ વિગત માટે વિશાલ ભીમાણી મો.નં. 9099874002 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.