મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામમાં આવેલ કેનાલમાં એક યુવક ડૂબી જતા તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ઘુંટુ ગામમાં એન્ટીક સીરામીકની બાજુમાં લગઘીરપુર રોડ ખાતે આવેલ કેનાલમાં બંટી ભવરલાલ (ઉ.વ. ૩૨, રહે એન્ટીક સીરામીક) ગઈકાલે તા. 27ના રોજ અજાણ્યા કારણોસર ડુબી જતા જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના મૃતદેહને પી.એમ. અર્થે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી ધોરણસરની કારયુવાહી હાથ ધરી હતી.