પેટ્રોપ.પંપમાં પેટ્રોલ પુરાવવાના બહાને આવીને ચલાવી હતી લૂંટ હળવદ : હળવદ તાલુકાના રાતાભેર નજીક આવેલા પેટ્રોલપંપમાં બે શખ્સોએ લૂંટ ચલાવ્યાની ઘટનાને ચાર દિવસ બાદ પોલીસે ગઈકાલે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી અને એલસીબીએ આજે લૂંટને અંજામ આપનાર બે આરોપીઓને ઝડપી લીધાનું જાહેર કર્યું હતું. આ બન્ને શખ્સોએ પેટ્રોલ પંપમાં પોતાના બાઇકમાં પેટ્રોલ પુરાવવાના બહાને આવીને લૂંટ ચલાવી હતી. હળવદ તાલુકાના માથક અને રાતાભેર ગામ વચ્ચે આવેલ નાગેશ્વર પંટ્રોલ પંપમાં ગત તા.22 જુનના રોજ એક મોટરસાયકલ ઉપર બે અજાણ્યા શખ્સોએ ધસી આવીને પેટ્રોલ પંપના કર્મચારી પ્રદીપભાઈ દિલીપભાઈ સારલાને પકડી રાખી રૂ.૩૮ હજાર રોકડા અને ૧ મોબાઇલ કિંમત રૂ. ૨૦૦૦ મળી કુલ રૂ. ૪૦ હજારની લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટને અંજામ આપ્યા બાદ બન્ને શખ્સો નાસી છૂટયા હતા.આ બનાવને ચાર દિવસ બાદ આજે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. ગઈકાલે લૂંટની ફરિયાદ નોંધાયા બાદ એલસીબીએ બે આરોપીઓને ઝડપી લીધા હતા.જેમાં અગાઉના ગુનામાં સુરેન્દ્રનગર જિલ્લાના ચાર શખ્સોને પડકીને બે દિવસના રિમાન્ડ ઉપર લીધા હતા.આ રિમાન્ડ દરમિયાન વધુ પૂછપરછ કરતા ચાર પૈકી બે શખ્સો હીરાભાઈ કરશનભાઈ રંગપરા અને અશોકભાઈ જેમાંભાઈ સારદીયાએ રાતભેર નજીક આવેલ પેટ્રોપ પંપમાં બાઇક પર આવી તેમાં પેટ્રોલ પુરાવવાના ભને કર્મચારીને એકલો જોઈ તેને ધાક ધમકી આપી રૂ.40 હજારના મુદામાલની લૂંટ કરી હોવાની કબૂલાત આપી હતી.આથી પોલીસે આ બન્ને આરોપીઓની લૂંટના ગુનામાં ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.