આધેડનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય સહિતના તંત્રએ તકેદારીના પગલાં લીધા મોરબી : મોરબીના નહેરુગેઇટ વિસ્તારમાં આવેલ શરગિયા શેરીમાં રહેતા 55 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય સહિતના તંત્રએ તકેદારીના પગલાં લીધા છે. જેમાં જેમાં પોઝિટિવ દર્દીના વિસ્તારમાં નહેરુગેટ પાસ આવેલ શરગિયા શેરીમાં 4 મકાનોનો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવેશ કર્યો છે અને 5 લોકોને હોમ ક્વોરન્ટાઇન કર્યા છે. મોરબીના નેહરુગેઇટ વિસ્તારમાં આવેલી સરગિયા શેરીમાં રહેતા 55 વર્ષીય રમણિકભાઈ પ્રભુભાઈ પિત્રોડા નામના નામના આધેડને ગઈકાલે કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલના આઇસોલેશ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં આજે તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ કોરોના પોઝિટિવ વ્યક્તિની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી હજુ માલુમ પડી નથી. તેઓને ડાયાબિટીસની બીમારી પણ હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાના કેસને પગલે આરોગ્ય ,પાલિકા,પોલીસ સહિતના વિભાગ દ્વારા પોઝિટિવ કેસના રહેણાંક વિસ્તારમાં કન્ટેન્ટમેન્ટ ઝોન નક્કી કરવા તથા હોમ કવરોન્ટાઈન સહિતના તકેદારી માટેના પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં શરગિયા શેરીમાં ચાર મકાનોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો છે. આ ચાર મકાનોમાંથી પોઝિટિવ દર્દીનું એક જ મકાન ખુલ્લું છે. બાકીના ત્રણ મકાનો બંધ હાલતમાં છે અને પોઝિટિવ દર્દી સિવાય તેમના પરિવારના પાંચ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાંથી ત્રણ લોકો ઘરમાં હાજર છે અને બે લોકો પોઝિટિવ દર્દી સાથે રાજકોટની હોસ્પિટલમાં છે. આ ઉપરાંત આ વિસ્તારના 33 મકાનો અને 140ની વસ્તીનો બફર ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ લોકોનું સ્ક્રીનિગ કરાયું હતું. જેમાં કોઈને શંકાસ્પદ લક્ષણો દેખાયા ન હતા.