મોરબી : મોરબી જિલ્લાના ટુ વ્હીલર માટે GJ36 AA તથા ફોર વ્હીલર માટે GJ36 R સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા શરૂ થયેલ છે. તા.૦૬/૦૭/૨૦૨૦ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઇન અરજી કરી શકશે. તા.૦૭/૦૭/૨૦૨૦ રોજ ૦૯:૦૦AM થી ૦૪:૦૦PM સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તથા તા.૦૭/૦૭/૨૦૨૦ ના રોજ સાંજે ૫ કલાકે ઓકશન નુ પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. જેથી, પસંદગી મેળવવા ઇચ્છતી મોટરીંગપબ્લીકે કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારી, મોરબીની યાદીમાં જણાવેલ છે.