- text
માળીયા (મી.) : આજે તા. ૨૪/૦૬/૨૦૨૦ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના મુજબ માળીયા(મી.) તાલુકા તથા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડિઝલના તોતિંગ ભાવ વધારા વિરૂધ્ઘ માળીયા મામલતદાર કચેરી પર વિરોધ પ્રદર્શન કરી મામલતદારને આવેદન પત્ર આપેલ હતું. આ કાર્યક્રમ સમયે માળીયા(મી.) તાલુકા કોંગ્રેસ પ્રમુખ આર. કે. પારજીયા અને માળીયા(મી.) શહેર કોંગ્રેસ પ્રમુખ ઈકબાલભાઈ જેડા તથા કાર્યકર્તાઓએ હાજરી આપેલ હતી.
- text