મોરબી : મોરબી એસ.ઓ.જી.ટીમ દ્વારા મોરબી જીલ્લા સહિત પાંચ જીલ્લાઓમાંથી હદપાર કરેલ ઇસમને મોરબીમાંથી પકડી પાડવામાં આવ્યો છે. ગત તા. 22ના રોજ મોરબી એસ.ઓ.જી. સ્ટાફ મોરબી ટાઉન વિસ્તારમાં હતો. ત્યરે પેટ્રોલીંગ દરમ્યાન પોલીસ કોન્સ. સતિષભાઇ ગરચરને મળેલ હકિકત આધારે મોરબીના હદપારી કેસમાં મોરબી, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ-ભુજ જિલ્લા એમ કુલ પાંચ જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરેલ ઇસમ મનોજભાઇ અણદાભાઇ પઢારીયા (ઉ.વ.46, ધંધો ડ્રાઇવીંગ, રહે.મુળ શકતશનાળા નવા પ્લોટમાં, તા.જી.મોરબી તથા હાલ રહે. અમદાવાદ) મોરબીના શકતશનાળા નવા પ્લોટમાંથી પકડી પાડવામાં આવ્યો છે. તેની સામે હદપારી હુકમનો ભંગ કરતા મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનને ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.