મોરબી : કોરોના સંક્રમિત ન થાય તે માટે પોતાની અને અન્યોના રક્ષણ માટે દરેક લોકોને ઘરથી બહાર નીકળતી વખતે ફરજિયાત માસ્ક પહેરવાનું હોય છે. પણ અમુક લોકો માસ્ક પહેરવા મામલે ભારે બેપરવાહ રહેતા હોય છે અને બજારમાં કે જાહેરમાં માસ્ક પહેર્યા વિના જ નીકળે છે. આથી, મોરબી જિલ્લામાં પોલીસે માસ્ક પહેર્યા વિના જાહેરમાં નીકળતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરી છે. જેમાં મોરબી જિલ્લાની અલગ અલગ પોલીસે ગત તા.16 જુનથી 22 જૂન સુધામાં જાહેર સ્થળોએ માસ્ક પહેર્યા વિના નીકળેલા 1172 લોકોને રૂ. 2,34,400 નો દંડ ફટકાર્યો હતો અને આ કાર્યવાહી અવિરતપણે ચાલુ રહેશે. તેથી, હજુ પણ માસ્ક વિના નીકળતા લોકોને ફરજિયાત માસ્કનો ઉલાળીયો કરવો ભારે પડશે.