મોરબી : મોરબી તાલુકાના ગુલાબનગર (ગાંધીનગર)માં રહેતો યુવક કુવામાં પડી જતા તેનું મોત થયું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા. 22ના રોજ ગુલાબનગર (ગાંધીનગર)માં રહેતા 28 વર્ષીય હરજીભાઇ રમેશભાઇ વાધેલા અજાણ્યા કારણોસર વાડીના કુવામા પડી ગયા હતા. તેથી, પાણીમા ડુબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના મૃતદેહને પી.એમ. અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.