પંચમુખી ઢોરા વિસ્તારમાં આવેલ પાણીના સંપના ટાંકામાંથી પાણીનો થઈ રહ્યો છે વેડફાટ હળવદ : હળવદ શહેરમાં આવેલ પંચમુખી ઢોરા વિસ્તારમાં પાલિકાના પાણીના સંપમાંથી દરરોજ હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જેને કારણે આજુબાજુમાં પાણીના ખાડાઓ ભરાઈ ગયા છે. જેથી, પાલિકા તંત્ર દ્વારા વહેલી તકે આ પાણીના સંપમાંથી જે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, તે બંધ કરવામાં આવે તેવી લોકો માંગ ઉઠવા પામી છે. પંચમુખી ઢોરા વિસ્તારમાં આવેલ પાણીના સંપ પરથી શહેરના અનેક વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જો કે પાછલા થોડા દિવસોથી અહીં પાણીના સંપમાં આવેલ ટાકામાંથી દરરોજનું હજારો લીટર પાણી વેડફાઇ રહ્યું છે. તેમ છતાં પણ હજુ સુધી પાલિકા તંત્ર દ્વારા જે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, તે અટકાવવા તસ્દી પણ પણ ન લીધી હોવાનું જાણવા મળે છે. જોકે આ પાણીના વેડફાટને કારણે આજુબાજુમાં આવેલ વિસ્તારમાં પાણીના ખાડાઓ ભરાઈ ગયા છે. જેથી, લોકો માંગ કરી રહ્યા છે કે પાલિકા તંત્ર દ્વારા જે પાણીનો વેડફાટ થઈ રહ્યું છે, તેને વહેલી તકે બંધ કરવામાં આવે તે જરૂરી છે.