મોરબી : પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં ભારત સરકાર દ્વારા ખરીફ-૨૦૨૦ ઋતુના મુજબ ધિરાણી ખેડૂતો માટે પાક વીમો મરજીયાત થઈ ગયેલ છે. આ યોજનામાં થયેલ સુધારા મુજબ ધિરાણી ખેડૂતો માટે પાક વીમો મરજિયાત કરાયો છે. યોજનામાં જોડાવા માંગતા ન હોય તેવા ખેડૂતોએ સબંધિત બેંકમાં “અમો આ યોજનામાં જોડાવા માંગતા નથી” આ મુજબનું ઘોષણાપત્ર (Declaration) આપવાનું રહેશે. આ મુજબના ઘોષણાપત્ર બેંકમાં રજુ કરવાની છેલ્લી તારીખ જે તે ઋતુની I-Khedut Portal ઉપર ખેડૂતે અરજી કરવાની છેલ્લી તારીખના ૭ દિવસ પહેલા આપવાનું રહેશે. તેમ નાયબ ખેતી નિયામક (વિ.) મોરબીની યાદીમાં જણાવેલ છે.