મોરબી : મોરબીના સ્વ. ગૌરીબેન છગનભાઇ વડસોલાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિતે પરિવારજનોએ વૃક્ષો વાવી સદ્દગતને શ્રદ્ધાંજલિ અર્પી હતી. મોરબીના વડસોલાની પરિવારે સ્વ. ગૌરીબેન છગનભાઇની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિએ તથા વિશ્વ પર્યાવરણની ઉજવણીના ભાગરૂપે 55 વૃક્ષોનું વાવેતર કરી તેની માવજત કરવાનો સંકલ્પ લીધો હતો. આ રીતે સ્વજનની યાદી કાયમ વૃક્ષો સ્વરૂપે જળવાઈ રહે તેવો સ્ત્યુત પ્રયાસ કરાયો હતો જે અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયી બની રહ્યો હતો.