મોરબી : મોરબીના હરીપર-કેરાળા ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના હરીપર ગામે રહેતા વિજયભાઇ જગાભાઇ ટેંટા ઉ.વ. ૨૪ નામના યુવાનનું તા.૨૧ ના રોજ હરીપર કેરાળા ગામના તળાવમાં ડુબી જવાથી મોત નીપજ્યું હતું. બાદમાં તેમના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.