વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ દ્વારા વાંકાનેર શહેરમાં નવાપરા પંચાસર રોડ પર વિધાતા પોટરી પાસે હર્ષદભાઇ ભરતભાઇ દેગામા (ઉ.વ.૨૭, ધંધો મજુરી) એ ગેરકાયદે રીતે નશીબ આધારીત વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમી રમાડતા પકડાયો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ રૂ. 1940 જપ્ત કરી છે. તેમજ આરોપી સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી હતી.