હળવદ : હળવદ તાલુકાના વેગડવાવ ગામ નજીક હળવદ પોલીસ દ્વારા વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યા હતા. ગઈકાલે તા. 16ના રોજ પોલીસ દ્વારા હળવદથી વેગડવાવ જવાના રસ્તે સ્મશાન જવાના રસ્તે જહેરમા આમીનભાઇ ગુલામહુશૈનભાઇ (ઉ.વ.૨૭, ધંધો મજૂરી, રહે હળવદ, લાંબી ડેરી ભવાનીનગર ઢોરે, તા હળવદ)ને પોતાના અંગત ફાયદા સારૂ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામા ભારતીય બનાવટનો ઇંગલીશ દારૂ બોટલ નંગ-૦૨, કી.રૂ ૬૦૦/- ના મુદામાલની હેરાફેરી કરી વેચાણ કરવાના ઇરાદે રાખી રેઇડ દરમ્યાન પકડી પાડવામાં આવ્યો હતો. આ બનાવમાં પોલીસ દ્વારા આરોપી આમીનભાઈ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.