મોરબી : હાલમાં અનલોક-1 દરમિયાન સરકાર દ્વારા મોટાભાગની છૂટછાટો આપવામાં આવી છે. પરંતુ છૂટછાટો શરતોને આધીન છે. તેમજ અમુક નિયમોનો અમલ કરવો ફરજીયાત છે. જેમાં રાતના 9 થી સવારના 5 વાગ્યા કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ત્યારે રાત્રીના 9 વાગ્યા બાદ મેડિકલ ઇમરજન્સી સિવાય વોકિંગ કરવા સહિતના બિન જરૂરી કામો માટે બહાર નીકળેલા લોકો સામે જાહેરનામાના ભંગ બદલ પોલીસે કાર્યવાહી કરી હતી. ગઈકાલે તા. 16ના રોજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાત્રીના બિનજરૂરી કામ માટે બહાર નીકળી જાહેરનામા ભાંગના 6 કેસમાં 9 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં રવાપર રોડ સહિતના વિસ્તારોમાં રાત્રીના 9 વાગ્યા બાદ જમીને વોકિંગ કરવા કે ટહેલવા નીકળેલા લોકો પોલીસની ઝપટે ચડી ગયા હતા. આ લોકો વિરુદ્ધ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.