વાંકાનેર : વાંકાનેર તાલુકાના ધીયાવડ ગામમાં રહેતા 60 વર્ષીય લીંબાભાઇ રૈયાભાઇ વાધેલાને ગઈકાલે તા. 13ના રોજ અજાણ્યા કારણોસર ઇલેક્ટ્રિક શોટ લાગ્યો હતો. જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં તેમના મૃતદેહને પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.