મોરબી : મોરબીના પંચાસર રોડ પર ચંદ્રેશનગર ખાતે રહેતા એક વૃદ્ધાએ માનસિક બીમારીથી કંટાળી આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મોરબીના પંચાસર રોડ પર ચંદ્રેશનગર ખાતે રહેતા દેવીબેન મહાદેવભાઇ ઝાલરીયા (ઉ.વ. ૭૦)એ માનસીક બિમારીથી કંટાળી ગઈકાલે તા. 13ના રોજ બપોરે દોઢ વાગ્યાની આસપાસ પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ લીધો હતો. આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.