મોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા માસ સેમ્પલીંગનો સિલસિલો યથાવત રાખવામાં આવ્યો છે.જેમાં આજે રવિવારના દિવસે જિલ્લામાંથી 50 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લઈને તેને રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલના રિપોર્ટ આવતીકાલે જાહેર થવાના છે.