મોરબી : ગઈકાલે તા. 12ના રોજ જુન માસ - મેલેરીયા માસની ઉજવણીના ભાગ રૂપે મોરબી જિલ્લામાં નવતર પ્રયોગના ધોરણે મેલેરિયા વિષે જનજાગૃતિનો સંદેશો આપતી રંગોળી હરીફાઈનું આયોજન કરેલ છે. આ રંગોળી મોરબી જીલ્લાના તમામ ૩૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૫ અર્બન હેલ્થ સેન્ટરમાં બનાવવામાં આવેલ છે. આ રંગોળી દ્વારા લોકોમાં મેલેરિયા બાબતે તકેદારી રાખવા અંગેના સંદેશાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને રંગોળી દ્વારા જન-જાગૃતિ કેળવાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે.