મોરબી : મોરબીમાં દલવાડી સર્કલ નજીક ફરજ પરના ટીઆરબી જવાનનો હપ્તો માંગતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં 100 ની જગ્યાએ 500 રૂપિયાનો હપ્તો થઈ ગયો હોવાનું ટીઆરબી જવાન બોલી રહ્યાનું દેખાઈ આવે છે. આ વીડિયોથી ટ્રાફિક નિયત્રણ માટે મુકાયેલા ટીઆરબી જવાનોની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. મોરબીમાં એક ટીઆરબીનો જવાન ખુલ્લેઆમ હપ્તા માંગી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. આ વીડિયોમાં ટીઆરબીના જવાનનો ચહેરો દેખાતો નથી. તેની પાછળથી કોઈએ વીડિયો ઉતાર્યો હોવાનું લાગે છે. વિડીઓમાં મોરબીમાં દલવાડી સર્કલ પાસે આવેલ કેબિનના સ્ટુલ ઉપર બેઠેલો ટીઆરબીનો જવાન કોઈ શખ્સ પાસે હપ્તો માંગતો દેખાઈ છે. વીડિયોમાં એક શખ્સ તેને 100 રૂપિયાનો હપ્તો દેવાનું કહે છે પણ આ ટીઆરબીનો જવાન રૂ.100 ને બદલે હવે 500 રૂપિયાનો હપ્તો થઈ ગયાંનું કહી રહ્યો છે. જોકે ખુલ્લેઆમ હપ્તા ઉઘરાવતા ટીઆરબીના જવાનો પછળ કોનો દોરી સંચાર છે? કોના છુપા આશીર્વાદથી આ હપ્તાખોરીનું દુષણ ચાલી રહ્યું છે? આ હપ્તામાં કોણ કોણ ભાગ બટાઈ કરે છે? તે સહિતની બાબતે ઉચ્ચ અધિકારી તટસ્થ તપાસ કરવી જોઈએ. https://www.youtube.com/watch?v=rfXOE-C24sU&feature=youtu.be