પ્રાથમિક તપાસમાં વતન જવા માટે ચિંતામાં રહેતા હોવાનું કારણ ખુલ્યું ટંકારા : ટંકારાના ખિજડીયા રોડ ઉપર આવેલ ફેક્ટરીના સિક્યોરિટી ગાર્ડએ બારીના કાચથી પેટમા ઈજા કરી આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. બે દિવસથી વતનમા જવુ-જવું કરતા હોય. જે બાબતને લઈને પોતાની જાતે જીવન દોરી ખેચી લીધી હતી. ઘાયલ થયેલા પ્રરપાંતિને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા મોરબી ખસેડયા હતા. પણ સારવાર મળે એ પહેલાં તેનું મોત નીપજ્યું હતું. ટંકારા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારાના ખિજડીયા રોડ ઉપર આવેલ રોયલ મેટલ ફેક્ટરીમા સ્કાય સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મુળ મધ્યપ્રદેશના હિરાલાલ વર્મા (ઉમર અંદાજે 35 વર્ષ) આજે બપોર પહેલા ઓરડીની બારીનો કાચ તોડી પેટના ભાગે જાતે ઈજા કરી હતી અને તાત્કાલિક 108ને ફોન કરી સારવાર અર્થે મોરબી સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા ત્યારે સારવાર મળે એ પહેલા જ આંખ મીંચાઈ ગઇ હતી. આ ઘટનાની જાણ ટંકારા પોલીસને થતા બિટ જમાદાર પ્રદિપભાઈ ગોહિલે તપાસ હાથ ધરી છે. જેમા પ્રાથમિક તપાસમાં મરણ પામનાર બે દિવસથી વતનમા જવુ-જવુ કરતા હોય, જેથી કરીને આ પગલુ ભર્યું હોવાનું બહાર આવ્યું છે. સાથે સમગ્ર ઘટના ઓફીસના સીસીટીવીમા કેદ પણ થઈ ગઈ છે. હિરાલાલ એકલો રહેતો હોવાનુ અને લોકડાઉન ખુલતા વતન જવાની વાત કરી ચિંતામા હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે સુસાઈડ નોટ કે અન્ય આધાર મળેલ નથી. 108 એમ્બ્યુલન્સના પાઈલોટ છેલ્લુભાઈ અને ડો. રૂબિનાબેન એ આપધાત કરનારના ખિસ્સામા રહેલ 13 હજાર રોકડા અને ઓળખ કાર્ડ માલિકને પરત કર્યા હતા. હાલ તો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.