મોરબી : મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર લાલપર ગામ પાસે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક મોટરસાયકલચાલકને ઇજા પહોંચી હતી. ગત તા. 9ના રોજ મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર લાલપર ગામ નજીક હીરો સ્પલેન્ડર મો.સા. નં. GJ-11-AN-5070 ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી આગળ જતા પ્રકાશકુમાર કાંતીલાલ ચાવડા (ઉ.વ. ૩૮, ધંધો.ડ્રાઇવિંગ, રહે.પ્રેમજીનગર (મકનસર), પ્રાથમિક શાળાની બાજુમા, તા.જી.મોરબી, મુળ રહે. લુણસર, તા.વાંકાનેર) ના મો.સા.નં-GJ.03.FG.1628 સાથે ભટકાડી દીધું હતું. તેથી, પ્રકાશભાઈને ડાબા પગના ઢીંચણ નીચે ફેકચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે ગઈકાલે તા. 10ના રોજ પ્રકાશભાઈએ મો.સા. નં. GJ-11-AN-5070 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોટરસાઇકલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.