મોરબી : મોરબીના સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારી દ્વારા લાયસન્સનગરમાં ખુલ્લી કુંડીના ગંદકી સર્જાય છે તેમજ અકસ્માતનો ભય નિવારવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ લેખિત રજૂઆતમાં જણાવેલ છે કે મોરબીમાં શનાળા બાયપાસ પાસે આવેલ લાયસન્સનગરમાં અંદાજે બે માસથી ખુલ્લી કુંડીમાંથી પાણી ઉભરાય છે. જેના કારણે ગંદકી થાય છે. ગંદા પાણીમાં ચાલવાથી લોકોને પગમાં ખંજવાળ કે અન્ય સમસ્યા થાય છે. આ ગટર બાબતે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી તો ત્યાંથી પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરવાનું જણાવવામાં આવ્યું. જયારે પાણી પુરવઠા વિભાગમાં રજૂઆત કરવામાં આવી તો ત્યાંથી નગરપાલિકામાં રજૂઆત કરવાનું જણાવવામાં આવ્યું. તો પ્રજાએ કોની પાસે ફરિયાદ કરવી? આ સમસ્યા અંગે અધિકારી એકવાર મુલાકાત લે તો ખ્યાલ આવે કે આ ગંદકીભર્યા વિસ્તારમાં રહેવાથી લોકોને કેટલી પરેશાની ભોગવવી પડે છે. આમ જણાવી આ સમસ્યાનું નિરાકરણ લાવવા અપીલ કરી છે.