પોલીસે ફરિયાદ નોંધવાની જાહેર ચેતવણી આપી મોરબી : મોરબીના રવાપર ગામે શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ અમુક સ્થાનિક લોકો ક્વોરોન્ટાઇનથી બચવા નાશી છૂટયા હોવાની વાતો વહેતી થઈ છે. જે સંદર્ભે એ ડિવિઝન પોલીસે જાહેર કર્યું છે કે જે લોકો શુભ પેલેસ એપાર્ટમેન્ટમાંથી નાસી છૂટયા હશે તેઓ સામેથી પરત નહિ આવે તો ફરિયાદ દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.