મોરબી : કોરોનાના દર્દીઓના ઈલાજ માટે મેડિકલ સ્ટાફ રાત-દિવસ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. ત્યારે મોરબીના જૂની પેઢીનાં અગ્રણી ઉધોગપતિ અને મોરબી નગરપાલિકાનાં ભુતપૂવૅ ઉપપ્રમુખ સ્વ. મથુરાદાસ પરસોતમ સંપટના પૌત્ર અને શરદ સંપટના ભત્રીજા તેમજ સ્વ. પ્રફુલ મથુરાદાસના પુત્ર ડો. આકાશ પી. સંપટ એમ.ડી. (મેડીસીયન), જેઓ હાલ અમદાવાદમાં મણિનગર ખાતે એલ. જી. હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓ વચ્ચે I.C.U માં પોતાની ફરજ બજાવી રહ્યા છે. આથી, પરિવારજનો ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. તેમજ તેઓના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરેલ છે.