મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના વીસીપરા પાસેના રોહીદાસપરામાં આવેલ ભીમરાવનગર વિસ્તારમાં રહેતા ભરતભાઇ ધનજીભાઇ સાગઠીયા (ઉ.વ. ૩૦) નામના યુવાને ગઈકાલે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો. બાદમાં યુવાનનો મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મોરબી બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.