વાંકાનેર : વાંકાનેરના રાજાવડલા ગામ રહેતા યુવાનને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામેં રહેતા રુષીકભાઇ રમેશભાઇ ટીલવાણી (ઉ.વ. ૨૯) નામના યુવાને ખાખરીયા હનુમાનજી મંદીર રાજાવડલા ગામેંકોઈ કારણોસર ચાર પાંચ દિવસ પહેલા ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બાદમાં તેના મૃતદેહને પીએમ અર્થે વાંકાનેરની હોસ્પિટલમાં ખસેડાયો હતો. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.