મોરબી : મોરબીમાં આજે રવિવારે કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા એક દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ દર્દી શહેરી વિસ્તારના છે અને તેઓની ઉંમર 70 વર્ષ છે. જ્યારે અન્ય 55 લોકોના રૂટિન સ્ક્રીનીંગ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ તમામનાં સેમ્પલ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. જે આવતીકાલે સોમવારે જાહેર થનાર છે.