બાળ વયે જ પર્યાવરણ જતનનો પ્રેરક સંદેશ આપતા બાળ કાર્યકરો મોરબી : વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિરના બાળ કાર્યકરો દ્વારા આજ રોજ વિશ્વ પર્યાવરણ દીનની પ્રેરક ઉજવણી કરવામા આવી હતી. જે અંતર્ગત વિશાલ ગણાત્રાની આગેવાનીમા બાળકો એ શહેરના નવલખી રોડ સ્થિત જલારામ પાર્ક ખાતે વિવિધ વૃક્ષો વાવી પર્યાવરણના જતન તેમજ સંરક્ષણનો સંકલ્પ લીધો હતો. બાળવયે જ પર્યાવરણ પ્રેમ દર્શાવતા બાળકોએ સમાજને પ્રેરક સંદેશ પુરો પાડ્યો છે. તેમ જલારામ પ્રાર્થના મંદિરના પ્રમુખ નિર્મિત કક્કડએ યાદીમાં જણાવ્યું છે.