મોરબી : મોરબી શહેરમાં ઝૂલતા પૂલ નીચે પાણીમાં ડૂબી જતા એક યુવકનું મોત નીપજ્યું હતું. મોરબીમાં વીશીપરા વિસ્તારમાં યમુનાનગર શેરી નં. 5માં રહેતા 31 વર્ષના સુરેશભાઇ છનાભાઇ સેનમા ગઈકાલે તા. 4ના રોજ ઝુલતા પુલ નીચે પાણીમા ડુબી ગયા હતા. જેથી, તેનું મોત નીપજ્યું હતું. મૃતકના મૃતદેહને શહેરની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની સીટી બી ડિવિઝને નોંધ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ હતી.