હળવદ : હળવદ શહેરમાં ભવાનીનગર ઢોળા ફાટક પાસે રોડ પર ટીપર વાન અને રાહદારી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રાહદારીને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે ભોગ બનનારે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગત તા. 28 મેના રોજ સવારના આશરે દસેક વાગ્યાના અરસામાં હળવદ શહેરમાં ભવાનીનગર ઢોળા ફાટક પાસે રોડ પર હળવદ નગરપાલીકાની કચરો ઉપાડતી ગાડી નં.જી.જે.૩૬.જી.૦૩૨૪ના ચાલકે બેદરકારીપૂર્વક ગાડી ચલાવી રાહદારી માનસંગભાઈ રામજીભાઈ દેકાવાળીયા (ઉ.વ.૪૫, ધંધો ખેતી, રહે. સુખપર (દેવપુર), તા. હળવદ)ને પાછળથી ઠોકર મારી હતી. આ અકસ્માતમાં માનસંગભાઈને ડાબી આંખના ઉપરના ભાગે તથા ડાબા પગમાં ઢીચણના ભાગે ફેકચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં માનસંગભાઈએ હોસ્પિટલમાં સારવાર લઇ ગઈકાલે તા. 4 જૂનના રોજ હળવદ પોલીસ સ્ટેશન ખાતે ટીપર વાનચાલક વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી. હાલમાં પોલીસે બનાવની આગળની કાર્યવાહી હાથ ધરી છે.