રાજકોટ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દાખલ હળવદના કેદારીયા ગામના 46 વર્ષના પુરુષમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેના સેમ્પલ લેવાયા મોરબી : મોરબી જિલ્લામાં આજે શુક્રવારે હળવદના એક શંકાસ્પદ દર્દી સહિત કુલ 69 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમનો રિપોર્ટ કાલે શનિવારે આવશે. શુક્રવારે લેકાયેલા કુલ 69 સેમ્પલમાં રાજકોટ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દાખલ હળવદના કેદારીયા ગામના 46 વર્ષના પુરુષમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેના લેવાયેલા સેમ્પલનો સમાવેશ થાય છે. જ્યારે આ ઉપરાંત મોરબી જિલ્લાની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં 68 લોકોના સેમ્પલ લેવાયા છે. આ તમામ સેમ્પલનો રિપોર્ટ આવતીકાલે શનિવારે આવશે.