મોરબી : ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મોરબી શહેરમાં કુદરતી પાણી નિકાલના દબાણો દૂર કરવા બાબતે કલેક્ટર જે. બી. પટેલને રજૂઆત કરવામાં આવી છે. તેઓએ લેખિત રજૂઆતમાં જણાવેલ છે કે આ અગાઉ મુખ્યમંત્રીને મોરબી માહેના કુદરતી પાણી નિકાલ ના વોકળાઓ ઉપર થયેલ દબાણ દૂર કરવા બાબતે રજૂઆતો કરવામાં આવેલ છે. આ બાબતે કલેક્ટરને પણ અવારનવાર જાણ કરેલ છે. તેમજ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ જાણ કરવામાં આવેલ છે. વધુમાં, જણાવ્યું હતું કે આજે રવાપર રોડ ઉપર એક જ્ગ્યા એ જેસીબીથી કામગીરી કરવામાં આવી રહી હતી. આ કદાચ થોડા લોકોનો રોષ ઓછો કરવા પૂરતું જ ના હોય અને દરેક જ્ગ્યાઓના દબાણ દૂર થાય. તે માટે રૂબરૂ સાથે આવીને બતાવીએ કે ક્યાં સ્થળોએ તફલિક થાય છે અને તે જોઈને જો આ મુદ્દો યોગ્ય અને વ્યાજબી લાગે તો તે જ્ગ્યા એ પણ દબાણ હટાવા યોગ્ય કરાઈ તેવી અપીલ કરવામાં આવી છે.