વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો આરોપી મનસુર લાકડાવાલાએ કોમી શાંતિ ડહોળાય તેવી પોસ્ટ ફેસબૂક પર કરી હતી. સીટી પોલીસે આ આરોપીની તાત્કાલિક અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈકાલે તા. 3ના રોજ વાંકાનેર સીટી પોલીસ ટીમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આ ગુનાની તપાસમાં હતા. તે દરમિયાન આરોપી મનસુર મોઇજભાઈ લાકડાવાલા (ઉ.વ. 30, રહે. સ્ટેશન રોડ, મહાવીર જીન સામે, વાંકાનેર)ને શોધી પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે ધોરણસરની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.