મોરબી : હાલમાં કોરોના વાયરસના પગલે રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન-5ના તબક્કામાં સવારે 8થી સાંજે 7 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. તે સિવાયના સમયમાં દુકાન ખુલ્લી રાખવા પર પ્રતિબંધ છે. ત્યારે સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા મોરબી શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં રાત્રે દુકાન ખુલ્લી રાખનારની અટકાયત કરવામાં આવેલ છે. ગઈકાલે તા. 3ના રોજ મોરબીના કાલીકા પ્લોટમાં વિમાર્ટવાળી શેરીમાં આવેલ નુર જનરલ સ્ટોર રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લી હતી. જેથી, જાહેરનામામા દર્શાવેલ સમયે બંધ નહી કરી ખુલ્લી રાખી વેપાર કરતા હોવાથી દુકાનદાર હાજીભાઇ કાસમભાઇ દલ (ઉ.વ.૩૪) સામે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવમા આવ્યો હતો. તેમજ પોલીસે આરોપીની અટકાયત કરી હતી.