વાંકાનેરમાં ટ્રાન્સપોર્ટની ઓફીસમાં ભાગ આપવા મામલે કારમાં તોડફોડ

- text


ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ પોતાના મિત્ર સામે ફરિયાદ નોંધાવી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભાયાતી જાબુંડીયા ગામના પાટીયા પાસે આવેલ ટ્રાન્સપોર્ટની ઓફીસમાં ભાગ ન હોવા છતાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીના મિત્રએ પરાણે ભાગ માંગીને તેમની સાથે ઝપાઝપી કરી કારમાં તોડફોડ કરી હોવાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના ભાયાતી જાબુંડીયા ગામના પાટીયા પાસે આવેલ પદમાવતી રોડ લાઇન્સ નામની ટ્રાન્સપોર્ટની ઓફીસ ધરાવતા વિશાલભાઇ દિનેશભાઇ હાલાણી આરોપી રાજેન્દ્રસિંહ અનુભા જાડેજા (હાલ મોરબી-૨, કુળદેવી પાન પાછળ આવેલ જનકલ્યાણ સોસાયટી, મુળ ગામ ચાચાવદર, મોરબી) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨ના રોજ ભાયાતી જાબુડીયા ગામના પાટીયા પાસે આવેલ પદમાવતી રોડલાઇન ટ્રાન્સપોર્ટ ખાતે બનેલા બનાવમાં આરોપી ફરીયાદીનો મિત્ર હોય અને અવારનવાર ફરી.ના પદમાવતી રોડલાઇન નામના ટ્રાન્સપોર્ટ ખાતે આરોપી આવતો હોય અને ટ્રાન્સપોર્ટમાં તેનો ભાગ ન હોવા છતા ફરીયાદી પાસે પોતાનો ટ્રાન્સપોર્ટમાં દસ ટકા ભાગ છે. જે લખી આપવાની વાત કરતા ફરીયાદીનેના પાડતા તેઓ આરોપીએ ફરીયાદીને ગાળો આપી તથા ફરીયાદીના ભાઇ સાહેદ આનંદભાઇ સાથે ઝપાઝપી કરી લાકડાના ધોકા વડે ફરીયાદીની ઓફીસ બહાર પડેલ ઇનોવા કાર નં. જી.જે. ૩૬ એલ. ૮૦૦૮ વાળીના કાચ ફોડી નુકશાન કરી ફરીયાદી ભાગ ન આપે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાના કાળા કલરની સ્કોર્પીઓ કાર લઇ નાશી ગયો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text