- text
માળીયા (મી.) : મોરબી નજીક નવલખી પોર્ટ ઉપર ટ્રક ચાલકે અચાનક રિવર્સ લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું માથું કચડાઈ જતા તેનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. માળીયા (મી.) પોલીસે બનાવની નોંધ કરી.આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
- text
આ બનાવની પ્રાપ્ત થયેલ માહિતી મુજબ ગઈકાલે તા. 3ના રોજ નવલખી બંદર પર ટ્રક નં. GJ-12-BV-7152ના ચાલકે ધ્યાન ના આપીને બેદરકારીથી અચાનક ટ્રકને રીવર્સમાં લેતા પોર્ટ પર કામ કરી રહેલા મૂળ નેપાળના દુર્ગાબહાદુર થાપા (ઉ.વ. 33)નું માથું ટ્રક નીચે આવી જતા કચડાઈ ગયું હતું. આથી, ગંભીર રીતે ઇજા પામતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના મામા ટોયાનાથભાઈ લોકનાથભાઈ ખનાલએ માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં ટ્રકચાલકે ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
- text