- text
માળીયા (મી.) : માળીયા (મી.)માં સુરજબારી સોલ્ટ વર્કમાં વેલ્ડીંગ કરતી વખતે ડિઝલની ટાંકી ફાટતા પરપ્રાંતીય યુવક દાઝી ગયો હતો. તેને રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
- text
ગત તા. 19 મેના રોજ બપોરે 3-30ની આસપાસ માળીયા (મી.)માં હરીપર-સુરજબારી સોલ્ટ વર્કમાં હિટાચીની ડીજઝલની ટાંકીમાં વેલ્ડીંગ કરતી વખતે ડિઝલની ટાંકી ફાટતા આગ લાગી હતી. જેમાં રાજકિશોર સિકંદર મહન્તો (ઉ.વ.૩૦, રહે- ગીરધરપુર વોર્ડ નં.૧, લખીસરાય બિહાર, હાલ હરીપર, તા-માળીયા મી.) દાઝી ગયા હતા. તેથી, તેઓને રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગઈકાલે તા. 1 જૂનના રોજ માળીયા (મી.) પોલીસે આ બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.
- text