મીતાણામાં ઝેરી દવા પી લેતા યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ

- text


ટંકારા : ટંકારા તાલુકાના મીતાણા ગામમાં એક યુવકે ઝેરી દવા પી લીધી હતી. તેથી, તેને રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- text

મીતાણા ગામમાં મકનભાઇની વાડીએ રહેતા 20 વર્ષીય કમલેશભાઇ હરીદાસભાઇ નાયકાએ ગત તા. 31 મેના રોજ રાત્રીના બારેક અજાણ્યા કારણસર કોઇ ઝેરી દવા પી લીધી હતી. તેઓને ટંકારાની સરકારી હોસ્પિટલમાં પ્રથમ સારવારમાં આપવામાં આવી હતી. બાદમાં વધુ સારવાર માટે રાજકોટમાં સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમ્યાન તા. 6ના રોજ મૃત્યુ થયું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.

- text