મોરબી : કોરોના વાયરસના કેસો દિવસે ને દિવસે વધતા જાય છે. વધતા જતા કેસોની સાથે ઘણા કોરોનાના દર્દીઓ સ્વસ્થ પણ થઇ રહ્યા છે. જેની પાછળનું એક કારણ કોરોનાના દર્દીઓના ઈલાજ માટે મેડિકલ સ્ટાફ રાત-દિવસ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા હોવાનું પણ છે. ત્યારે મોરબીના વતની ડો. ઋષિ વાંસદળીયા પણ કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. મોરબીમાં આવેલ નાલંદા વિદ્યાલયમાં જીવ વિજ્ઞાન વિષયના અધ્યાપક તરીકે ફરજ બજાવતા રમેશભાઈ વાંસદળીયાના પુત્ર ડો. ઋષિ વાંસદળીયા હાલ હોટસ્પોટ અમદાવાદમાં એલ. જી. મ્યુનિસિપલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની નિષ્ઠાપૂર્વક સારવાર કરી રહ્યા છે. આથી, પરિવારજનો ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. તેમજ તેઓના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરેલ છે.