હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. તેમજ રોકડ રકમ રૂ. 10,300 કબ્જે કરવામાં આવેલ છે. ગઈકાલે તા. 27ના રોજ જુના દેવળીયા ગામે જાહેર રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં પૈસા પાના વતી નશીબ આધારીત પૈસાની હાર જીતનો તીન પતી રોન પોલીસનો જુગાર રમતા સાત શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. જેમાં દિનેશભાઇ રાઘવજીભાઇ ભીમાણી (ઉવ.૩૨), સુરેશભાઇ છનાભાઇ મોરતરીયા (ઉવ.૩૬), નટુભાઇ લાભુભાઇ ચરમારી (ઉવ.૩૦), ચમનભાઇ પ્રભુભાઇ ચરમારી (ઉવ.૩૮,), મુનાલાલ જેઠાલાલ પુજારા (ઉવ.૩૮), મહેશભાઇ ઉર્ફે જુગો સુરેશભાઇ ચરમારી (ઉવ.૩૫) તથા સંજયભાઇ છનાભાઇ ચરમારી (ઉવ.૨૪,) (રહે બધા.જુના દેવળીયા, તા.હળવદ, જી.મોરબી)નો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 10,300 કબ્જે કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી તેઓની અટકાયત કરી હતી.