મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાનો એક પણ શંકાસ્પદ દર્દી નોંધાયો નથી. બીજી બાજુ તકેદારીના ભાગરૂપે આરોગ્ય તંત્ર દ્વારા માસ સેમ્પલ લેવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે તેમાં 55 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તમામ લોકોના રિપોર્ટ આવતીકાલના રોજ જાહેર થનાર છે.