મોરબી : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા રાષ્ટ્રીય સંબોધનમાં આત્મનિર્ભર ભારત અભિયાન વિષે વાત કરીને દેશને આત્મનિર્ભર બનાવવા પર એટલે કે સ્વદેશી વસ્તુઓ અપનાવવા બાબતે ખાસ ભાર મૂક્યો હતો. ત્યારે મોરબીના OB ઇવેન્ટ દ્વારા લોકપ્રિય ગાયક પાર્થિવ ગોહિલના સુમધુર કંઠે ગવાયેલું 'આત્મનિર્ભર ભારત' સોંગ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. મોરબી અપડેટના ફેસબૂક પેજ પર લોકડાઉન દરમિયાન OB ઇવેન્ટના અનેક કલાકારોની પ્રસ્તુતિને મોરબીવાસીઓ માણી ચૂક્યા છે. તેથી, મોરબીવાસીઓ માટે OB ઇવેન્ટનું નામ હવે અજાણ્યું નથી. તેમજ પ્રભાતિયા, ગરબા સહિત ગુજરાતી અને હિન્દી ગીતો ગાઈ ધૂમ મચાવનાર લોકપ્રિય ગાયક પાર્થિવ ગોહિલનું નામ પણ કોઈપણ ગુજરાતી માટે નવું નથી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારતની અપીલને વેગ આપવા માટે તથા તે અંગે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી OB ઇવેન્ટ આગામી તા. 1 જૂનના રોજ 'આત્મનિર્ભર ભારત' ગીત પ્રસિદ્ધ કરવા જઈ રહ્યું છે. 'આત્મનિર્ભર ભારત' ગીત લોકપ્રિય ગાયક પાર્થિવ ગોહિલના સુમધુર કંઠે 'આત્મનિર્ભર ભારત' ગીત ગવાયેલું છે. જેના પ્રોડ્યુસર મોરબીના OB ઇવેન્ટ ગ્રુપના પ્રશાંત ગજ્જર છે. ઉલ્લેખનીય છે કે આ ગીત તા. 1 જૂનના રોજ OB ઇવેન્ટ ની યુ ટ્યુબ ચેનલ on.obevent management પર લોન્ચ થશે.