મોરબી : મોરબીમાં રહેતી એક બાળકીનું મકાન પરથી અકસ્માતે પડી ગઈ હતી. બાદમાં તેને રાજકોટની એક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. ગઈકાલે તા. 27ના રોજ મોરબીના રવાપર રોડ પર સરદાર ટાવર પાસે ક્રિષ્ના હોમ એપાર્ટમેન્ટમાં રહેતા જાલમસીંગ ભીખુસીંગ રાઠોડની 8 વર્ષીય પુત્રી મોનીકા સોમનાથ સોસાયટી, સરદાર બાગ વિસ્તારમાં નવા બનતા બંગલા પરથી ઉંચાઇ ઉપરથી અકસ્માતે પડી ગઈ હતી. જેથી, માથાના જમણા ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. બાદમાં રાજકોટની ખાનગી હોસ્પિટમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની નોંધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.