મોરબી : મોરબીમાં કોંગ્રેસ દ્વારા આજે સોસીયલ મીડિયાના માધ્યમથી વિવિધ મુદ્દે સરકારને જગાડવા ઝુંબેશ ઉપાડવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાની સુચના અનુસાર આજે તા. 28, ગુરૂવારના રોજ સવારે 11 થી 2 વાગ્યા દરમ્યાન સોશ્યલ પ્લેટફોર્મ (ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, યુ ટયૂબ) પર એક લાઇવ વિડીયો દ્વારા મેસેજ મુકીને સરકારને જગાડવાની છે. આ ઓનલાઇન ઝુંબેશમાં વધુમાં વધુ કાર્યકરો- નાગરિકો જોડાય તે માટે કોંગ્રેસ અગ્રણી અને જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ આહવાન આપ્યું છે. આ ઝુંબેશમાં વિવિધ મુદાઓનો સમાવેશ કરવામાં આવશે. જેમાં ગરીબ-મધ્યમ વર્ગના તમામ પરિવારોને તાત્કાલિક રૂ. 10,000 રોકડ સહાય આપવાની માંગણી કરવામાં આવશે. તેમજ શ્રમિકો માટે વિનામુલ્યે પરિવહનની સુવિધા પુરી પાડીને તેમને સહીસલામત વતન પાછા ફરવાની વ્યવસ્થા કરવાની અને મુસાફરી દરમ્યાન ખાવાપિવાની વ્યવસ્થા પણ સરકારશ્રીએ કરવી જોઇએ, તેવી માંગણી કરવામાં આવશે. આ ઝુંબેશમાં જોડાવા માંગતા લોકોએ વોટસએપ નં. 96646 66350 ઉપર નામ, હોદો, મોબાઇલ નંબર તથા લાઇવ કરેલ લિંકની માહિતી અથવા tinyurl.com/GpscReport પર મોકલવા વિનંતી છે. વધુ ટેકનિકલ માહિતી માટે 98251 26496 / 98242 41535 પર સંપર્ક કરવાનો રહેશે. આ ઝુંબેશમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના અનુસાર મોરબી જીલ્લા પંચાયતના સદસ્યો, તમામ તાલુકા પંચાયત સદસ્યો, તમામ નગરપાલીકાના સદસ્યો સહિતના લોકો જોડાશે.