ઇન્ટરનેશનલ હ્યૂમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરીએ ખેડૂત પ્રશ્ને કલેકટર મારફત મુખ્યમંત્રીને રજુઆત કરી મોરબી : હાલમાં કોરોનાની મહામારીના કારણે લોકડાઉન લગાવેલ હોવાથી ઘણો સમય બજારો બંધ રહી હતી જેમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત માર્કેટિંગ યાર્ડો પણ બંધ હોવાથી ખેડૂતો પોતાએ વાવેતર કરીને પકવેલ પાકોનું વેચાણ થઈ શકેલ નથી.તેથી ખેડૂતોના વિવિધ પાકોની તાત્કાલિક ખરીદી કરીને યોગ્ય પોષણક્ષમ ભાવો આપવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. ઇન્ટર નેશનલ હ્યૂમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ બારવાવાએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદ કરવા માટેના જે કેન્દ્રો ખોલવામાં આવેલ છે. તેમાં રજીસ્ટ્રેશન તેમજ ખરીદીની ગતિ ખુબજ ધીમી હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. તેથી, રજીસ્ટ્રેશનમાં વધારો કરવામાં આવે જે નંબરો આપેલા છે. તે અવારનવાર ફોન કરવા છતાં સતત એંગેજ આવતા હોય તેમાં પણ અન્ય બીજા નંબરોનો વધારો કરવામાં આવે તેમજ નોધણીનો સમય ગાળામાં પણ વધારો કરવામાં આવે. જેથી, બધા ખેડૂતોનું રજીસ્ટ્રેશન વહેલા થઈ શકે. હાલમાં જે રોજ 20 થી 30 લોકોનો જ માલ ખરીદવામાં આવે છે. તેમાં પણ વધારો કરવામાં આવે રોજ ઓછામાં ઓછા 200 ખેડૂતોનો માલ ખરીદવામાં આવે તેવું આયોજન તાત્કાલિક કરવામાં આવે તેવી માગણી કરી છે. આ ઉપરાંત, કોટન કોર્પ્રોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જે કપાસ ખરીદવામાં આવે છે. તેમાં પણ રોજના 30 લોકો નો જ માલ ખરીદવામાં આવે છે. તેને બદલે રોજના 200 લોકોનો માલ ખરીદી શકાય તેવું દરેક સેન્ટર પર વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માગણી કરી છે. C.C.I દ્વારા જે A ગ્રેડનો જ કપાસ ખરીદવામાં આવે છે. તેને બદલે B અને C એમ દરેક પ્રકારનો કપાસ ખરીદવામાં આવે અને દરેકને આમ તો સરખો જ ભાવ આપવો જોઈએ. જો C.C.I. ના આપે તો ગુજરાત સરકાર દ્વારા ડીફરન્સ ના પૈસા ખેડૂતો ને સબસિડી રૂપે ચૂકવવા આવે તેવી માગણી કરી છે. કારણ કે બધા જ ખેડૂતોને એ ગ્રેડ જ કપાસ પકવવો હોય છે. પરંતુ અતિવૃષ્ટિ, ગુલાબી ઇયળોં, મોડુ વાવતેતર વગેરે કારણો સર નબળું ઉત્પાદન થતું હોય છે. પરંતુ ખેડૂતને એ ગ્રેડ પાકે કે સી ગ્રેડ પાકે ખર્ચ તો સરખોજ થતો હોય છે. માટે આ ડીફરન્સ સરકાર ચૂકવે તેવું આયોજન કરવા જરૂરી છે. હાલમાં એક તો મોડી ખરીદી ચાલુ થયેલ છે. ખેડૂતોને પોતે લીધેલ ધિરાણ ભરીને નવું ધિરાણ પણ લેવાનું છે. ખાતર, બિયારણ, દવા, ખેડ વગેરે માટે પણ પૈસાની જરૂરિયાત છે. હવામાન ખાતાની આગાહી મુજબ કદાચ 5 જૂનથી વરસાદ થવાની શક્યતા છે. અને આમાં ખેડૂતો પાસે બધી વસ્તુઓ પૂર્ણ કરવા માટે ખુબજ ઓછો સમય છે. તેથી, આ માગણી બાબતે તાત્કાલિક નિર્ણય લઈને યોગ્ય કરવાનો અનુરોધ કર્યો છે.