હળવદ : હળવદ પોલીસ દ્વારા મોરબી ચોકડીથી દેવળીયા તરફ જવાના રસ્તેથી વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સની અટકાયત કરવામાં આવેલ છે. ગઈકાલે તા. 25ના રોજ પોલીસ દ્વારા મોરબી ચોકડીથી દેવળીયા તરફ જવાના રસ્તેથી ભારતિય બનાવટનો પરપ્રાંતિય ઇન્ગલીશ દારુની બોટલો વેચાણ કરવાના ઇરાદે રાખી હેરાફેરી કરનાર શૈલેશભાઇ શંકરભાઇ વણજારા (ઉવ.૨૨, ધંધો. ડ્રાઇવિંગ, રહે.ધાંગધ્રા પોસ્ટ ઓફીસ રોડ, રંગોલી રેસ્ટોરંટ વાળી શેરી, તા ધાંગધ્રા, જી સુરેંદ્રનગર)ને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી શૈલેષ પાસેથી વિદેશી દારૂની 5 નંગ બોટલો, કી.રૂ. 1500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો દાખલ કરેલ છે. તેમજ હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.